વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની નોંધ વાંકાનેર શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા પભીભેન નાથાભાઇ ભરવાડ (ઉ.વ. 32)એ ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલાને સંતાનમાં એક દિકરો તથા બે દિકરીઓ હોય, જેથી તેમણે માતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi