મોરબીના નામાંકિત વકીલ દિલીપભાઈ અગ્રેચણીયાની દલીલને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન અપાયાં…
મોરબીના ચકચારી ધરમપુર હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હોય જે હત્યા કેસમાં હાઈકોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કરાયો છે…
જે કેસની વિગતો જોઈએ તો મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ફરિયાદીના પતિ સાથે ઝઘડો થયેલ જેનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરીને મંડળી રચી લાકડાના ધોકા અને પથ્થર વડે ઘા કરી ગંભીર ઈજા પહોંચાડતા એકનું મોત થયું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને ૦૯ આરોપીને ઝડપી લીધા હતા…
આ હત્યા કેસમાં આરોપી રાહુલ રમેશભાઈ ગડેશીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગ્રેચણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલની ધારદાર દલીલને પગલે કોર્ટે આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. જે કેસમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રેરક ઓઝા, મોરબીના ધારા શાસ્ત્રી દિલીપભાઈ અગ્રેચણીયા રોકાયેલ હતા…