વાંકાનેર વિસ્તારમાં જાણે નશાખોરોએ માઝા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં હજું ત્રણ દિવસ પહેલા જ ચાર કલો ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ આજે ફરી વાંકાનેર શહેરમાંથી 6.5 કિલો ગાંજા ના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે જેમાં વાંકાનેર શહેરના માર્કેટ ચોક નજીક આવેલ એક રહેણાંક મકાનમાંથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે એક વૃદ્ધને 6.5 કિલો ગાંજા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ તેમજ મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના માર્કેટચોક પાસે નાગરીક બેન્કની સામેની શેરીમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુભાઈ ત્રીભોવનદાસ જોબનપુત્રા (જાતે-લુહાણા, ઉ.વ-65 રહે-વાંકાનેર)ના રહેણાક મકાનમાં દરોડો પાડી ગે.કા. માદક પદાર્થ ગાંજાના કુલ 6.5 કિગ્રા. (કિ.રૂ. 65,000) જથ્થા સહિત કુલ રૂ. 68,100 મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસ પરથી અન્ય આરોપી મનોજ જૈના (રહે-ઉત્કલનગર, કતારગામ, સુરત) તથા હસમુખ ઉર્ફે રાજુ બચુભાઈ બગથરીયા (રહે-રાજકોટ) નું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી ઝડપાયેલ આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર સીટી તેમજ મોરબી એસ.ઓ.જી. ટીમની આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી વી. ડી. વાઘેલા તથા ઈન્ચાર્જ પીઆઈ પી. જી. પનારા, હેડ કો. રસિકભાઇ કડિવાર, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર તથા કો. સતિષભાઇ ગરચર, સંદિપભાઇ માવલા તથા વાંકાનેર સીટીના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ. હરપાલસિંહ પરમાર તથા કો. શક્તિસિંહ જાડેજા તથા લોકરક્ષક કૃષ્ણરાજસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I