ગતરાત્રીના સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, પાંચ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયા…
વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક ગતરાત્રીના એક સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક શખ્સનું માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાથી મોત થયું હતું જ્યારે અન્ય પાંચ ઈજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક હાઈવે પર ગતરાત્રીના એક સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ભાનુભાઈ કરમશીભાઈ ભાલીયા (રહે. ભલગામ)નું માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં રીક્ષામાં બેસેલ હુસેનભાઇ અલાવદીભાઈ વડાવીયા, અબ્દુલભાઈ અલાવદીભઈ વડાવીયા,
અફઝલભાઈ અબ્દુલભાઈ વડાવીયા, ગોરધનભાઈ આંબાભાઈ સોલંકી અને કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયા (રહે.બધા રાજાવડલા)ને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ એ.એસ.આઈ. ડી. એ. જાડેજા ચલાવી રહ્યા છે…
ઉપરોક્ત બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉપરોક્ત ઇજાગ્રસ્તો અમદાવાદ કોઈ કામ સર ગયા હોય જ્યાંથી પરત ફરતા વાંકાનેર બાઉન્ડ્રી ખાતે ઉતરી ત્યાંથી રીક્ષામાં વાંકાનેર શહેર તરફ આવી રહી હોય જેમાં જોધપર ગામ નજીક આગળ જતાં ડમ્પર ચાલકે કોઈ કારણસર અચાનક બ્રેક મારતાં રીક્ષાને આકસ્માત નડ્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb