ખેડૂતોની ૧૪ મહિનાની મહેનત આખરે રંગ લાવી, મોદી સરકારનો ઘમંડ ચકનાચૂર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરી ખેડૂતો વિરોધી ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે, જે જોતા સત્તામાં આવ્યા બાદ પ્રથમ વખત મોદી સરકારે નમતું જોખતા ખેડૂતોનો હાથ ઉપર રહ્યો છે…

છેલ્લા એક વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણેય નવા કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા છે. શુક્રવારે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત કરી હતી. તેમના 18 મિનિટના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી, પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં. તેમણે જણાવ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા, જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશનાં ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે.

આ માટે દેશના કૃષિજગતના હિતમાં ગામડાંના ગરીબોના હિતમાં સંપૂર્ણ સહયોગ સાથે ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોનો એક વર્ગ એનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો…

ખેડૂતો પર કેન્દ્રિત હતું મોદીનું 18 મિનિટનું સંબોધન….

17 સપ્ટેમ્બર, 2020ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ 27 સપ્ટેમ્બરે ત્રણ કાયદાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી ખેડૂતોના સંગઠનો દ્વારા કૃષિ કાયદા સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા હતા. પ્રકાશ પર્વ પર મોદીનું સંબોધન સવારે 9 વાગ્યે શરૂ થયું હતું. આ કોરોનાના સમયગાળા દરમિયાન દેશના નામે આ તેમનો 11મો સંદેશ હતો. આ વખતે 18 મિનિટ સંબોધનમાં ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

 

error: Content is protected !!