વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે રહેતા મનીષાબેન સુરેશભાઈ ડાભી (ઉ.વ.18) નામની પરિણીતાએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતા તેને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું…
મૃતક પરિણીતાનો લગ્નગાળો ચાર મહિનાનો હોય તેમજ તે સાસુ-સસરાથી અલગ રહેતા હોય અને તેને કોઈ સંતાન ના હોય અને પારિવારિક પ્રશ્નમાં તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ પરથી જાણવા મળ્યું છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe