વાંકાનેર શહેરની મોમીન શેરી ખાતે રહેતી એક પરિણીતાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મોમીન શેરીમાં રહેતા અનીષાબેન મહમદઅસ્લમ વડાવીયા(ઉ.વ. ૩૦) નામની પરિણીતાએ પોતાના ઘેર ગઈકાલના ચાર વાગ્યાની આસપાસ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
જેથી આ બનાવની મૃતકના સસરા રહીમભાઇ અબ્બાસભાઈ વડાવીયાએ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની મૃત્ય નોંધ કરી પરિણીતાના મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અનુસંધાને પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાનો લગ્ન ગાળો આઠ વર્ષ હોવાનું જાણવા મળે છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe