ધાર્મિક પ્રસંગે જમણવાર બાદ પુર્વ પ્રેમિકાને જોઇ ઉશ્કેરાયેલા પ્રેમીએ કમર પટ્ટા વડે પ્રેમિકાને માર માર્યો, પ્રેમી સામે ફરિયાદ દાખલ…
વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગના જમણવારમાં પૂર્વ પ્રેમિકા અને પ્રેમીનો ભેટો થઈ જતા ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને કમરપટ્ટા વડે બેફામ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવતીએ પોતાના પુર્વ પ્રેમી સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ગઈકાલે એક ધાર્મિક કથાના આયોજનમાં યોજાયેલ જમણવારમાં આજ ગામની પાયલબેન રણછોડભાઈ સીંહોરા(ઉ.વ. ૨૦) નામની યુવતી અને તેના પુર્વ પ્રેમી શંકરભાઈ મનજીભાઈ ઈંદરપાનો અચાનક ભેટો થયો હતો. જેમાં યુવતી પાયલની સગાઈ થઈ ગઈ હોવાથી પ્રેમી શંકર ઘુરાયો થયો હતો અને યુવતીને જેમ ફાવે તેમ ગાળો આપતા પાયલે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપી શંકરએ યુવતીને કમરપટ્ટા વડે બેફામ માર માર્યો હતો…
જેથી બનાવ અંગે પાયલની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૩, ૨૯૪(ખ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe