બાઈક ચાલકે ઓવર ટેક કરવા જતી વખતે ટ્રક ચાલકે અચાનક ટર્ન લેતા ગંભીર અકસ્માત સર્જાયો, બાઇક ચાલક યુવાનનું માથું હેલ્મેટ સહિત ટ્રકના વ્હીલ નીચે આવી જતાં કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત…

વાંકાનેર તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ અને આકસ્માત ઝોન ગણાતા ઢુવા ચોકડી નજીક સોમવારે રાત્રીના એક કન્ટેનર ટ્રક અને ડબલ સવારી બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક ટ્રકને ઓવર ટેક કરવા જતી વખતે અચાનક ટ્રક ચાલકે ટર્ન લેતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકના વ્હીલ નીચે માથું આવી જતાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ વેલ ગ્લોસી સિરામિક કારખાનામાં કામ કરતા પાર્થ અરવિંદભાઈ માકડીયા(રહે. ઉમા ટાઈનશીપ મોરબી) અને દિપક રમેશભાઈ વાછાણી (ઉ.વ. ૨૩, રહે. સામાકાંઠે, મોરબી) બંને યુવાનો ગત તા. ૦૮ના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ કારખાનેથી પોતાનું કામ પૂરું કરી પોતાના બાઈક નં. GJ 36 C 5518 પર ઘરે પરત ફરતા હોય જે દરમિયાન વાંકાનેર ઢુવા ચોકડી નજીક તેઓ એક ટ્રક નં. GJ 12 BY 0965 ને ઓવર ટેક કરવા જતા કન્ટેનર ટ્રક ચાલકે અચાનક જ ટર્ન લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો…

આ અકસ્માતમાં બાઈક ચાલક પાર્થનું માથું હેલ્મેટ સહિત ટ્રકના વ્હીલ નીચે આવી જતાં કચડાઈ જતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે બાઈક પાછળ બેઠેલા દિપકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ પોલીસે ઈજાગ્રસ્ત યુવાધ દિપકભાઈની ફરિયાદ પરથી બેફીકરાઈથી ગફલતભરી રીતે ટ્રક ચલાવી આકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!