વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક યુવાને બે દિવસ અગાઉ પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી આગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યા યુવાનનું મોત થયું હતું…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે શારદા સ્કુલ વાળી શેરીમાં રહેતા સિદ્ધરાજભાઈ શીવરામભાઇ ખાંડેખાએ પોતાની બહેનના ચારીત્ર બાબતે શંકા વહેમ રાખી તેમજ આર્થીક સંકળામણના કારણે પોતાની જાતે શરીરે કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો…
જે બાદ ગંભીર રીતે દાઝી ગયેલા સિધ્ધરાજભાઇને તાત્કાલિક પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ બર્ન્સ વોર્ડઝમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું જેથુ વાંકાનેર સીટી પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe