ગઇકાલે ધોરણ ૧૨ સાયન્સમાં મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ લેવાતી નીટની પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે, જેમાં વાંકાનેર કેન્દ્રમાં ધોરણ ૧૦માં ટોપ-ટેનમાં સ્થાન ન હોવા છતા ૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓ અને શાળાની અથાગ મહેનત તથા મોડર્ન સાયન્સ સ્કૂલના માર્ગદર્શનથી નીટ ૨૦૨૧ માં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં ટોપ ૧૦માં પાંચ-પાંચ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી ઈતિહાસ રચ્યો છે..
પરિણામ બાદ મોડર્ન સ્કૂલમાંથી આ વર્ષે MBBSમાં સાત થી આઠ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે, જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના ખેડુત પરીવારના બાળકો છે, આ સાથે જ સ્કૂલમાંથી નીટની પરીક્ષામાં બેસનાર કુલ ૩૫ વિદ્યાર્થીઓમાંથી ર૬ વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા કવોલીફાઇ કરી MBBS/BDS/BAMS/BHMS પ્રવેશ પાત્ર થયેલ છે…
શાળામાં પ્રથમ ક્રમે આવેલ મોહંમદનઇમ પોતાની આ ભવ્ય સફળતાનો શ્રેય પોતાની શાળાનાં શિક્ષકોએ આપેલ સતત માર્ગદર્શન તેમજ પીપળીયારાજ હાઇસ્કૂલના પ્રિન્સીપાલશ્રી માથકીયા સાહેબે આપેલ ખુબ જ જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન તેમજ માતા-પિતાના સહકારથી જ આ શ્રેષ્ઠ પરીણામ લાવી શકયાનું જણાવ્યું હતું,
આ વિદ્યાથીનો મોટો ભાઇ પણ MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે, જેની માફક નઈમ પોતાના સપના મુજબ મેડીકલ ક્ષેત્રમાં પોતાની કેરીયર બનાવવા માંગે છે. જે સપનું મોર્ડન સ્કૂલની મહેનત બાદ સાકાર થશે. આ તકે મોડર્ન શાળા પરીવાર દ્વારા નીટમાં કવોલીફાઇ થયેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe