વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે ગઈકાલે એક ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતાં આકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી જેથી બોલેરોમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભોજાભાઈ અરજણભાઈ ધાડવી (ઉ.વ. ૩૫, રહે. ગારીડા, બામણબોર)એ આરોપી ટ્રક ટ્રેઈલર નં. CG 04 HS 3555 ના ચાલક અમરજીતભાઈ બિછુઆભાઈ યાદવ (ઉ.વ. ૩૨) સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પહેલાના ખાંચા પાસે વાંકાનેર તરફ આવતા નેશનલ હાઇવે ઉપર તેઓ અને મોહનભાઈ કુકાભાઈ ધાડવી તેમજ બોલેરોચાલક મેઘજીભાઈ કુંવરાભાઈ ધોરીયા (રહે-ગારીડા, બામણબોર) બોલેરોમાં આવતા હોય,

ત્યારે આરોપી ટ્રક ટ્રેઈલરના ચાલકે પોતાના હવાલાવાળી ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી તેમની બોલેરો નં. GJ 13 AT 9591 ગાડીને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીને ડાબા હાથે ખંભાના ભાગે સામાન્ય મુંઢ ઇજા તથા મોહનભાઈ કુકાભાઈ ધાડવીને ડાબી બાજુ કપાળના ભાગે તથા જમણા હાથે ઇજા તથા ડાબી બાજુ પાંસળાના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડી હતી…

અકસ્માત સર્જી આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક સ્થળ પર મુકીને નાસી ગયો હતો જેથી આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઈ.પી.સી. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!