વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે આજે બપોરના સમયે એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટકથી નજીક મામલતદાર કચેરી પાછળના ભાગેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર આજે બપોરના સમયે સૌરાષ્ટ્ર-જનતા એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતું મુકી જીતેશભાઇ કેશુભાઈ સોલંકી (ઉ.વ. 35, રહે. ૯-હનુમાનપરા, આરોગ્યનગર વાંકાનેર) નામના યુવાનને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનના શરીરના બે ભાગ થઈ જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું….

બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને આર્થિક સંકડામણથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!