વાંકાનેર શહેર નજીક આવેલ મિલપ્લોટ રેલ્વે ફાટક પાસે ગઇકાલ બપોરના સમયે એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનનું ધડ અને મસ્તક અલગ થઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલભાઈ મનસુખભાઈ ધરજીયા(ઉ.વ. ૨૯)એ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલ બપોરના 1:45 વાગ્યે વાંકાનેર શહેરના સ્ટેશન રોડ પર આવેલ મિલપ્લોટ ફાટક રેલવે ટ્રેક પર કી.મી. નંબર 701/6-7 પાસે મોરબી તરફથી રાજકોટ તરફ જતી માલગાડી હેઠળ પડતું મુકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનનું ધડ અને મસ્તક અલગ થઇ જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું…
બનાવની જાણ થતાં વાંકાનેર રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ રેલ્વે પોલીસના ઈન્દજીતસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. વધુમાં આ બનાવની પ્રાથમિક તપાસમાં બનાવ આત્મહત્યાનો હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf