વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે થોડા સમય પહેલા મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો હતો જેમાં પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવમાં ઝડપાયેલા પાંચેય આરોપીઓના પાસા વોરંટ ઈશ્યુ થતા મોરબી એલસીબી ટીમે પાંચેય શખ્સોને અલગ અલગ જેલમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 14/08 ના રોજ વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામેથી પોલીસે 924 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો જે બનાવમાં ઝડપાયેલા પાંચ આરોપીઓ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી પોલીસે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જે. બી. પટેલ તરફ મોકલતા તેઓએ પાંચેય ઇસમોનાં પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા….

જેથી આ બનાવમાં મોરબી એલસીબી પોલીસે ઝડપાયેલા આરોપી સાવજસિંહ વાસુરભાઇ કામળીયા (રહે.રાજકોટ)ને સાબરમતી જેલ અમદાવાદ, હાર્દિકસિંહ ઉર્ફે હારદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને વડોદરા મધ્યસ્થ જેલ, રવી ઉર્ફે અમીત ગુણાભાઇ કુકડીયાને લાજપોર જેલ સુરત, રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલાને ભાવનગર જિલ્લા જેલ અને ભાવેશભાઇ ઉર્ફે ભાવો નાથાભાઇ બાવળીયાને પોરબંદર જિલ્લા જેલ ખાતે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પીઆઇ વી. બી. જાડેજા, પીએસઆઇ એન. બી. ડાભી, ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશિકભાઇ મારવણીયા, HC દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વિસિંહ જાડેજા, નિરવભાઇ મકવાણા, ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા,

સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, PC દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, બ્રિજેશ કાસુન્દ્રા નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુંગસીયા, અશોકસિંહ ચુડાસમા, હરેશભાઇ સરવૈયા, રણવિરસિંહ જાડેજા, સતિષભાઇ કાંજીયા તથા બકુલભાઇ કાસુન્દ્રા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!