પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને સાત કલાક વિજળી આપવાની જાહેરાત સામે આ વિસ્તારમાં માંડ બે કલાક વિજળી આપી ખેડૂતોને બરબાદ કરવાનું કારસ્તાન કે શું ? : કોંગ્રેસ અગ્રણીના ગંભીર આક્ષેપો

વાંકાનેરની રાજાવડલા જીલ્લા પંચાયત મતવિસ્તારમાં આવતા ગ્રામ્ય ખેતીવાડી વિસ્તારોમાં લાંબા સમયથી ખેડૂતોને અપૂરતો વીજ પુરવઠો આપવા બાબતે કોંગ્રેસ અગ્રણી હરદેવસિંહ જાડેજા દ્વારા તંત્ર અને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોંગ્રેસની બહુમતી હોય જેથી તંત્ર દ્વારા ભેદભાવ સાથે ખેડૂતોને વિજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે…

જેમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ખેડૂતોને સરકારી જાહેરાત મુજબ સાત કલાક વિજળી નહીં આપતા માત્ર બે કલાક સુધી જ વિજ પાવર આપવામાં આવે છે. બાબતે વિજલોસના કારણે આમ થતું હોવાના ડેપ્યુટી ઈજનેર ખાંટના ખુલાસા સામે કોંગ્રેસ અગ્રણી હરદેવસિંહ જાડેજા લાલઘૂમ થયાં છે.

વર્તમાન વર્ષમાં પાછોતરા અતીભારે વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતોનો મોટા ભાગનો પાક નષ્ટ થયો છે, જેની સામે હાલ ખેડૂતો રહ્યો-સહ્યો પાક બચાવવા માટે કુવા તથા બોર વડે પિયત કરતા હોય જેથી હાલ તો લાઈટના વાંકે તે પણ બંધ કરવું પડ્યું છે જેથી સરકાની ખેડૂતો વિરોધી નીતિ સ્પષ્ટ થાય છે…

બાબતે ખેડૂતોને સાત કલાક વિજળીના ભાજપ સરકારના વચનો પોકળ સાબિત થતાં સરકાર દેખાડવાના અને ચાલવાના અલગ દાંત બતાવી રહી છે. આ વિસ્તારના રાજાવડલા, ખીજડીયા, ઘીયાવડ, કોઠી, વભઝારા, ખેરવા, કણકોટ, આગાભી પીપળીયા સહિતના ગામોના ખેતી કનેક્શન માં વિવિધ ફીડરોમાથી ખેડૂતોને માત્ર બે કલાક જ વિજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જેમાં માત્ર બે કલાક જ પાવરથી ખેડૂતો શું કરી શકે ?

જેથી આ બાબતે આ વિસ્તારના ખેડૂત પુત્ર અને કોંગ્રેસ અગ્રણી હરદેવસિંહ જાડેજા દ્વારા પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર ખાંટને ટેલીફોનનીક ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરતા જવાબમાં ઈજનેર દ્વારા ઉપરથી વિજ લોસ હોવાના કારણે આ સમસ્યા સર્જાતી હોવાનું જણાવ્યું હતું.

બાબતે કહેવું અનિવાર્ય બન્યું છે કે ભાજપ-કોગ્રેસની રાજનીતિ બાજુ પર રાખી, ખેડૂત પ્રધાન દેશના ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે ત્યારે સરકાર તાત્કાલિક ઉદ્યોગોને ૨૪ કલાક મળતા વિજ પાવરમાંથી ખેડૂતોને વિજ પુરવઠો ફાળવશે નહીં તો ભાજપ સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહેવા અંતમાં હરદેવસિંહ જાડેજાએ ચિમકી ઉચ્ચારી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!