વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ભાલ લેનાર તમામ બાળાઓમાં શરદપૂર્ણિમાના દિવસે લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. આ તકે નવરાત્રી મહોત્સવમાં યોગદાન આપનાર તમામનું સ્વ. ધ્રૂપતબા હરેન્દ્રસિંહ જાડેજાના સ્મરણાર્થે તેમના દિકરા શક્તિસિંહ હરેન્દ્રસિંહ જાડેજા,
મનોહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા જાડેજા પરિવાર દ્વારા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ લ્હાણી વિતરણમાં સહકાર આપનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf