વાંકાનેરના ઠીકરીયાળા ગામેં દીકરીના છૂટાછેડા બાબતના મનદુઃખનો ખાર રાખી વેવાઈ પર સામાંપક્ષના વેવાઈ સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત આ બનાવની વિગતો અનુસાર ફરિયાદી માલાભાઇ છનાભાઇ પાંચલ (ઉ.વ. ૫૦ ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા તા.જી. મોરબી) એ આરોપીઓ જીવાભાઇ માલાભાઇ ગોહીલ, ભાનુભાઇ માલાભાઇ ગોહીલ, વિજયભાઇ જીવાભાઇ ગોહીલ, સંજયભાઇ ભાનુભાઇ ગોહીલ (રહે. બધા. ઠીકરીયાળા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ ના રોજ સવારના આઠેક વાગ્યે વાંકાનેરના ઠીકરીયાળા ગામેં ફરીયાદીની દીકરીના છુટા છેડા બાબતે ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે મનદુખ ચાલતુ હોય,
જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકાનો ધા પગના સાથળમા મારી ઇજા કરી તથા ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી તથા ચોથા આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf