વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાનો આજે ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તથા મંત્રીમંડળની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં તેઓએ વાંકાનેર વિસ્તારના વિવિધ પ્રશ્નો અને વિકાસની વિવિધ યોજનાઓ વિશે રજુઆત-ચર્ચા વિચારણા કરી વિકાસના કામો વધુ ઝડપથી થાય તે માટે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર, અચિવર્સ એકેડેમીના ઓનર મેહુલભાઈ શાહ અને સામાજિક અગ્રણી વેરશીભાઈ માલકીયા આજે ગાંધીનગર ખાતે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નવા મંત્રીમંડળમાં સમાવેશીત બ્રીજેશભાઈ મેરજા,
પુર્ણેશ મોદી, નેમીશાબેન વકીલ, જીતુભાઈ વાઘાણી, દેવાભાઈ માલમ, આર. સી. મકવાણા, રાઘવજીભાઈ પટેલ સહિતના મંત્રીઓની મુલાકાત લઈ વાંકાનેર વિસ્તારના રોજગારી, ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો, શૈક્ષણિક પરિસ્થિતિ સહિતના મુદ્દે રજૂઆત કરી કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf