વાંકાનેર તાલુકા/શહેર ભાજપ દ્વારા ગઇકાલ 2જી ઓકટોબર એટલે કે ગાંધીજીની જન્મ જયંતીની ગરાસીયા બોર્ડિંગ-ભાજપ કાર્યાલય ખાતે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીને હાજર સર્વે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી…

આ કાર્યક્રમમાં પ્રથમ પ્રોફેસર શૈલેષભાઈ ખાંડેકા દ્વારા ગાંધીજીના જીવન વિશે વક્તવ્ય અપાયું હતું અને ગાંધીજીના વિચારો જીવનમાં ઉતારવા માટેની પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજાશાહી વખતે ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધી વાંકાનેર સ્ટેટના દિવાન હતા અને જો થોડો સમય વધુ તેઓ વાંકાનેર ખાતે રોકાયા હોત તો આજે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર નહીં પરંતુ વાંકાનેર હોત…!

આ તકે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ગાંધીજીના જીવનથી પ્રેરાઈ સ્વચ્છતા અને સત્યાગ્રહની શપથ લીધી હતી, ત્યારબાદ બધા જ કાર્યકર્તાઓએ વાંકાનેરની ખાદી ભંડારની મુલાકાત લઈ અને મજૂરોને રોજગારી મળી રહે તેવા આશયથી ખાદીની વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી…

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરસિંહભાઈ મઢવીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રતિલાલભાઈ અણીયારી અને વાંકાનેર શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ મઢવીએ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાદી ભંડારની મુલાકાત સમયે વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહી ભાજપ કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!