વાંકાનેર તાલુકાના માટેલ-વીરપર રોડ પર આવેલ એક વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી દારૂ બનાવવા માટેનો આથો, તૈયાર દારૂ અને અન્ય સાધન સામગ્રી સહિત રૂ. 2,600નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ-વિરપર રોડ પર અરમાનો સીરામીકની પાછળના ભાગમાં વિરપર ગામ ખાતે રહેતા રસિકભાઈ ગાંડુભાઇ રીબડીયાની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી 30 લીટર ઠંડો અને ગરમ દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટે થઈને વપરાતો 1000 લિટર આથો સહિત કુલ રૂ. 2,600 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

 

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!