વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગઈકાલે ઢોર ચરાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બન્ને જૂથના લોકોએ એકબીજા ઉપર લાકડીઓ અને પાઈપથી હુમલો કરતા બંને પક્ષોના સાતથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવમાં બન્ને જૂથોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મહેબુબભાઇ હાજીભાઇ ખોરજીયા (ઉ.વ. 44, રહે અમરસર)એ આરોપીઓ જગા વેલા, પરબત ભારૂ, કુવરા ભારૂ, કમલેશ ગાંડુ, લીલા ગાંડુ, રમેશ ભારૂ, ભાયા જાલા, કમલેશ હઠા તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે બપોરના સમયે ફરીયાદીએ પોતાની વાડીમાં જુવાર વાવેલ હોય જેમાં આરોપીઓએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પોતાની ભેસો ચરવા માટે છોડી દેતા,
ફરીયાદીએ ભેંસોને ખેતર બહાર કાઢતા આરોપીને કહેતા તે વાતનું સારૂ નહી લાગતા તેનો ખાર રાખી આરોપીઓએ લાકડી-પાઈપ જેવા હથીયારો ધારણ કરી ફરીયાદીને તેમજ સાહેદોને જેમફાવે તેમ ગાળો આપી, ઢીકા પાટુનો મુંઢ મારમારી તેમજ લાકડી તથા પાઈપથી માથામાં અને વાસામા મુંઢમાર મારી અને લાકડી વતી ફરીયાદીને માર મારતા જમણા પગની પાનીમા ફેરચર થતા તથા સાહેદ નુરમામદને ડાબા હાથની કોણી પાસે ફેકચર અને સાહેદ સઇદાબેનને ડાબા હાથની આંગળીમા ફેકચર જેવી ઇજા કરી ફરીયાદી તેમજ સાહેદોને મુંઢ ઈજા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
આજ બનાવમાં સામાપક્ષે જગાભાઈ વેલાભાઈ ગમારા (ઉ.વ.40, રહે-અમરસર)એ આરોપીઓ મહેબુબ હાજીભાઈ, નુરા હાજીભાઈ, ઈસ્માઈલ હાજીભાઈ, તાજુ ગાજીભાઈ, મહેબુબની પત્ની, ઈસ્માઈલની પત્ની અને નુરાની દીકરી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદ વિજય મોનાભાઈ તેઓના માલઢોર ચરાવતા હોય તે દરમ્યાન વિજયની ભેંસ એક આરોપીના ખેતરમા જતી રહેતા તે ફરીયાદી તથા સાહેદ હાંકવા જતા આરોપીઓએ તેમના પર હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરોક્ત બનાવ અનુસંધાને વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF