કોરોના મહામારીથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય છે ત્યારે વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના જાગૃત તમામ ગ્રામજનોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી સુરક્ષિત બન્યા છે અને ક્રમશ: બીજો ડોઝ પણ જાગૃત બનીને લઇ રહ્યા છે. જેમાં જુની કલાવડી ગામના 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવતા ગામ 100% વેક્સિનેટેડ બન્યું છે…

વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના સરપંચ હાસમભાઈ બાંભણીયા અને સમગ્ર ટીમ દ્વારા પોતાના ગામના વધુમાં વધુ નાગરિકો કોરોના રસી લે તેવા પ્રયત્નો હાથ ધરતા ગામમાં નોંધાયેલ 18 કરતાં વધુ ઉંમરના તમામ નાગરિકોમાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝનું 100 % રસીકરણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને જાગૃત નાગરિકો બીજો ડોઝ પણ ક્રમશ: લઇ રહ્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!