જૈન સમાજના હાલ ચાલતા પર્યુષણ પર્વ નિમિત્તે શનિવારે વાંકાનેર શહેર ખાતે એક વિશાળ વરઘોડાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર જૈન સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ અને આગેવાનો જોડાયા હતા..
આ જળ જાત્રાના વરઘોડા માટે ચાંદીના રથમાં પ્રભુજીને લઇ બેસવા સાથે ચાંદીના પારણા, મેરૂ પદ્મસરોવ૨, છડી, ૧૪ સ્વપ્નાની ઉછામણીમાં લાભ લેનારા ભાગ્યશાળી કુટુંબો શણગારેલા વાહનોમાં જોડાયા હતા. જૈન શ્રાવક-શ્રાવિકાઓની વિશાળ સંખ્યા સાથે બન્ને સાધ્વીજી ભગવંતો આ વરઘોડામાં જોડાઇ હતી…
વાંકાનેર શહેરના મુખ્યમાર્ગો પર ફરી વરઘોડો દેરાસરજી પહોંચ્યો ત્યાં સુધી ચાંદીના રથને જૈન યુવાનોએ જ ખેંચી ચલાવ્યો હતો તેમજ ભગવાનની ચાંદીની પાલખી પણ આ યુવાનોએ જ ઉપાડી હતી. ભગવાનને પાંચ પોખણાથી વધાવી આ વરઘોડો દેરાસરે પુરો થતી વખતે પ્રભાવના તથા સ્વામિવાત્સલ્ય જમણ યોજાયા હતાં…
ભાદરવા સુદ પાંચમનો ભગવાનનો આ વરઘોડો સૌથી વધારે આકર્ષક, ભક્તિભાવથી છલકાતો અને પયુષણપર્વને યાદગાર બનાવ્યો હતો. આ તકે જૈનસંધના પ્રમુખશ્રી પ્રવિણભાઇ દોશી, મંત્રી શ્રી રાજુભાઇ મહેતા, પૂર્વ સાંસદ શ્રી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઇ શાહ, ડો.અમીનેષ શેઠ, ભૂપતભાઇ મહેતા, નીતિસૂરી મહિલા મંડળના શ્રી નિલાબેન દોશી, જયશ્રીબેન દોશી તથા સામાહિક મંડળ, સ્નાત્ર મંડળના શ્રાવિકાઓ સહિતના વરઘોડામાં જોડાયા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH