વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિરની પાછળના ભાગમાં આવેલ એક બંધ મકાનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરીને મકાનમાં રહેલ રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની ભોગ બનેલા આધેડે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિરની પાસે આવેલ વિજયભાઈ રાઠોડ(રહે. મૂળ મયુરીનગર, કર્ણાટક)ના શ્રીહરિ નામના મકાનની અંદર ભાડે રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુદશદ(ઉ.વ. 50)એ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓના મકાનની છત પરથી સીડી વડે ઘરમાં પ્રવેશ કરીને કોઈ અજાણ્યા શખ્સોએ તેમના મકાનમાંથી રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી છે…

તસ્કરોએ મકાનમાં પ્રવેશી કબાટના ખાનામાંથી રાખેલ રોકડ રકમ રૂ. 15,000 તેમજ સોનાની ચેન કિંમત રૂ. 47,000 અને સોનાનું બ્રેસલેટ કિંમત રૂ. 34,000 સહિત કુલ રૂ. 96,000 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે, જેથી હાલ વાંકાનેર સીટી પોલીસે ભોગ બનેલા આધેડની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!