વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે રહેતી એક 20 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામ ખાતે રહેતા સામતભાઈ બાવળીયાના પત્ની મનિષાબેન(ઉ.વ. 20)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બાદ મૃતકની લાશને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી…
બાબતે સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નને બે વર્ષ થયાં હોય અને તેમને સંતાનમાં એક વર્ષની દીકરી હોવાનું જાણવા મળેલ છે. જોકે મહિલાએ ક્યાં કારણસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH