આ રોડ પર કલાવડી ગામના બસ સ્ટેન્ડ પાસે પડેલ મોટા ખાડામાં દરરોજ બેથી ત્રણ નાના-મોટા અકસ્માત સર્જાય છે છતાં જવાબદાર તંત્રએ આજ સુધી આ ખાડાને પુરવાની તસ્દી લીધી નથી…! : નવિનીકરણના છ માસમાં જ આ 13 કિમીના રોડ પર પાંચથી છ મોટા ખાડા પડી ગયા, તો વર્ષ બાદ રોડની શું હાલત થશે..?
વાંકાનેરથી રાજકોટ તરફ જતા મુખ્ય રોડ પર વાંકાનેર શહેરથી કણકોટ ગામ સુધી 13 કિમી રોડનું હજુ છ માસ પહેલા જ નવિનીકરણ કરવામાં આવ્યું છે જેમાં છ માસના સમયગાળામાં આ નવા રોડ પર પાંચથી છ મોટા ખાડાઓ પડી ગયાં છે જે આ રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચારની ચાડી ખાય રહ્યા છે. બાબતે આ ખાડાઓ પર દરરોજ બેથી ત્રણ નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છતાં જવાબદાર તંત્ર દ્વારા બાબતે કોઈ તપાસ કે આ ખાડા પુરાવાની તસ્દી લેવામાં આવી નથી બાબતે ભ્રષ્ટાચારની સુચક માનવી ઘટે…
બાબતે આ રોડ પર દરરોજ અપડાઉન કરતાં નાગરિકો પાસેથી મળતી વિગતો મુજબ આ નવા બનેલા 13 કિમીના રોડ પર છ માસના સમયગાળામાં જ પાંચથી છ મોટા ખાડાઓ પડી ગયાં છે જેમાં કલાવડી ગામના બસ સ્ટેન્ડ પાસે પડેલ મોટા ખાડા સહિત આ રોડ પર દરરોજ બેથી ત્રણ નાના-મોટા અકસ્માતો સર્જાય છે, છતાં બાબતે અનેક મૌખિક રજૂઆતો બાદ પણ જવાબદાર કોઈપણ અધિકારીઓ કે તંત્ર આ ખાડા પુરાવા કે બાબતે તપાસ કરવા આજસુધી આવ્યાં નથી, જેથી આ ખાડાઓ તાત્કાલિક પુરવા લોકમાંગ ઉઠી છે…
વાંકાનેર-કુવાડવા વચ્ચેના 32 કિમી રોડની કથની…
વાંકાનેર-કુવાડવા વચ્ચે 32 કિમી લંબાઈનો આ રોડ છેલ્લા પાંચ વર્ષથી નવિનીકરણને જંખી રહ્યો છે, જેની અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા વાંકાનેરથી કણકોટ ગામ સુધી માત્ર 13 કિમી રોડની જ પહોળાઈ વધારી નવિનીકરણ કરવામાં આવ્યું છે. બાકીનો 19 કીમી રોડ આજે પણ અંત્યંત બદતર હાલતમાં મગરમચ્છની પીઠ સમાન હોય છતાં તેનુ નવિનીકરણ કેમ નથી કરવામાં આવતું ? જેથી આ બાબતે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા આ રોડનું નવિનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં લોકમાંગ ઉઠી છે…
આ સાથે જ વાંકાનેર થી કણકોટ ગામ સુધી છ માસ પહેલા જ પહોળાઈ વધારી નવિનીકરણ પામેલાં રોડમાં છ માસના સમયગાળામાં જ ખાડા-ખબડા અને ભુવાઓ આ રોડના કામની ગુણવત્તાની ચાળી ખાઇ રહ્યા છે. જેથી બાબતે આ રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા ગેરરીતિની તપાસ કરતાં રોડ સેમ્પલના નમુના લઇ તેમા વપરાયેલ મટીરીયલની તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે પરંતુ બાબતે સાર્થક થશે ખરી..?
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH