હજુ પણ વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ અડધો ખાલી : છેલ્લી 24 કલાકમાં ડેમની સપાટી એક ફુટનો વધારો થઇ કુલ સપાટી 26.93 ફુટે પહોંચી…
લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની શાહી સવારી ફરી ગુજરાત પર વરસી રહી છે જેમાં સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાંકાનેર વિસ્તારની જો વાત કરીએ તો સરકારી ચોપડે છેલ્લી 24 કલાકમાં 38 મીમી એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે…
બુધવારે સવારથી જ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં રીમઝીમ રીમઝીમ વરસાદ શરૂ થયો હતો જે આજ સવાર સુધીમાં કુલ 38 મીમી જેટલો નોંધાયો છે. આ સાથે જ સમગ્ર સિઝનની વાત કરીએ તો અત્યાર સુધીમાં વાંકાનેર વિસ્તારમાં કુલ 300 મીમી એટલે કે 11.81 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બાબતે મચ્છુ 1 ડેમની સપાટી જોઈએ તો સોમવારે કુલ 25.90 ફુટ જેટલા રહેલા પાણીમાં છેલ્લી 24 કલાકમાં એક ફુટ જેટલા વધારો થતા હાલ ડેમની સપાટી 26.93 ફુટ જેટલી નોંધાઇ છે.
એટલે કે મચ્છુ 1 ડેમની કુલ 49 ફુટ જેટલી ઉંચાઇ માંથી હજુ ડેમમાં 26.93 ફુટ જેટલો જ પાણીનો જથ્થો સંગ્રહ થયો છે, ડેમ હજુ પણ અડધો ખાલી છે. આ સાથે જ છેલ્લી 24 કલાકમાં ડેમ સાઈટ પર મેઘરાજા મહેરબાન થયા હતા અને કુલ 63 મીમી એટલે કે 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH