વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા કુલ ચાર શખ્સોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે આવેલ લાલશાનગર ધાર પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મનોજ ઉર્ફે મુન્નો લખમણ સીતાપરા, રામા સામતભાઈ ફાંગલીયા, મુકેશ ગેલાભાઈ ફાંગલીયા અને રહીમશા ફરીદશા સાહમદા(રહે. બધા તીથવા) ને રોકડ રકમ રૂ. 14,500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq