વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તિથવા જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ…
વાંકાનેર તાલુકા મચ્છુ 1 ડેમમાં ખેડૂતોને સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવા બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તિથવા જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન બાદી દ્વારા લેખિતમાં રજૂઆત કરી માંગ કરવામાં આવી છે…
બાબતે તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ નહીંવત થયેલ હોય જેથી ખેડૂતોનો ઊભો પાક સુકાવા લાગેલ છે તેમજ ખેડુતોને સિંચાઇ માટે પાણીના બીજા કોઈ સ્રોત પણ ન હોય જેથી ખેત પિયત થઈ શકે તેમ નથી. જે વાતને ધ્યાનમાં રાખી મચ્છુ-1 ડેમમાં નર્મદાની પાઇપલાઇન નાંખેલ હોય તો નર્મદાનું પાણી મચ્છુ-1 ડેમમાં ઠાલવી તેમાંથી ખેડૂતોને જરૂરી પિયત માટે કેનાલ મારફતે પાણી છોડવા રજુઆત કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq