અનેક રજૂઆતો, અનેક અખબારી અહેવાલો તથા નાગરિકોની ચક્કાજામની ચિમકીઓને ઘોળીને પી જનાર રાજ્ય અને કેન્દ્ર સરકારના જવાબદાર તંત્ર સામે ઉઠેલ જન આક્રોશ….
વાંકાનેર હાઈવે ચોકડી નજીક રેલ્વે પુલની બંને તરફના સર્વિસ રોડ પર વર્તમાન ચોમાસા દરમિયાન ત્રણ ફુટ જેટલા ગંદા પાણી ભરાયેલ રહેતા હોય જેથી અહિંથી પસાર થતા ચંદ્રપુર અને ભાટીયા સોસાયટીના દસ હજાર કરતાં વધુ નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આ ગંદા પાણીના ભરાવાના કારણે નાગરિકોએ બંને બાજુ હાઈવેના મુખ્ય રોડ પર રોંગ સાઈડમાં ચાલવું પડતું હોય જેથી ગંભીર અકસ્માત સર્જાવાનો સતત ખતરો રહે છે…
આ ગંદા પાણીના ભરાવા બાબતે સ્થાનિક તંત્રને અવારનવાર લેખિત-મૌખીક રજુઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા બાબતે આજસુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. આ સાથે ચંદ્રપુર ગામના સરપંચ સહિતના રાજકીય-સામાજિક આગેવાનોએ પણ તંત્રને આવેદનપત્ર આપી ચક્કાજામની ચિમકી આપી હોવા છતાં નિંભર તંત્ર જૈસે થે રહી કોઈ કાર્યવાહી ન કરતાં વાંકાનેર તાલુકા ભાજપ આગેવાનો આકરા પાણીએ આવી ગયા છે…
બાબતે વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી અશરફભાઈ બાદી, રતીલાલ અણીયારીયા, હિરાભાઇ બાંભવા, ટીનુભા જાડેજા, કિશોરસિંહ ઝાલા, ગનીભાઈ દેકાવડીયા સહિતના આગેવાનો દ્વારા તાત્કાલિક સ્થળ પર રેલ્વે કોન્ટ્રાક્ટર/અધિકારીઓને બોલાવી પાંચ દિવસનું અલ્ટીમેટ આપી જો પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો ટોલનાકું બંધ કરાવી અને ચક્કાજામ સર્જાવાની ખુલ્લી ચિમકી આપી હતી…
બાબતે સમસ્યાનાં મુળમાં રેલ્વે કોન્ટ્રાકટર દ્વારા માટી ખોદકામ વખતે ગંભીર બેદરકારી દાખવતા રોડની બંને બાજુ પાણી નિકાલ માટે મુકાયેલ પાઈપ અને ગટરમાં માટી ભરાયેલ હોય જેથી પાણી નિકાલ બંધ થતાં સમસ્યા સર્જાતી હોય જેથી જો તાત્કાલિક રેલ્વેના જવાબદાર અધિકારીઓ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો પ્રચંડ લોક જુવાળ ફાટી નીકળશે તે નિશ્ચિત મનાઇ રહ્યું છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN