વાંકાનેર હાઈવે ચોકડી ખાતે આજે બપોરે એક વાગ્યાની આસપાસ એક બેકાબૂ બનેલા નંબરપ્લેટ વગરના ટ્રકે હાઈવે સર્કલ પર ટ્રાફિક સિગ્નલની રાહ જોતા પાંચ કરતા વધુ બાઈક ચાલકોને હડફેટે લીધા હતા જે બનાવમાં પાવાગઢના એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે શખ્સોને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે એક શખ્સને વાંકાનેરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની હાઈવે ચોકડી ખાતે આજે બપોરના એક વાગ્યાની આસપાસ ટોલનાકા તરફથી આવતાં નંબર પ્લેટ વગરના એક ટ્રકના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા હાઈવે સર્કલ પર ટ્રાફિક સિગ્નલની રાહ જોતા પાંચ કરતા વધુ બાઈક ચાલકોને હડફેટે લીધા હતા. આ બનાવમાં વાંકાનેરના કેરાળા ગામ ખાતે હનુમાનજી મંદિરના મહંત લક્ષ્મણ ભગતને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. લક્ષ્મણ ભગત મંદિર ખાતે રસોઈ બનાવવા માટે પાવાગઢથી આવેલ ઉકાભાઈ ગોવિંદભાઈ ગઢવી (ઉ.વ.૬૦)ને હાઈવે ચોકડી ખાતે લેવા આવ્યા હતા જ્યાં આ અકસ્માત સર્જાયો હતો જેમાં રસોયા ઉકાભાઈનું ટ્રક નિચે કચડાઈને મોત થયું હતું….
આ સાથે જ આ અકસ્માતના બનાવમાં વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા 22 વર્ષીય મહાવીરસિંહ જાડેજા નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પણ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભાટીયા સોસાયટીમાં રહેતા અન્ય ઈજાગ્રસ્ત નિતીનભાઇ માણેક (ઉ.વ.૬૦)ને વધુ સારવાર માટે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે….
આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN