વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રામપીર મંદિર નજીક કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર શહેર પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને રોકડ રકમ રૂ. 19,500 સાથે ઝડપી લીધા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં આવેલ રામાપીરના મંદીર પાસે શેરીમાં જાહેરમાં કોઈ શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે તીન-પતીનો હારજીતનો જુગાર રમાતા નવધણભાઈ વજાભાઈ શામળ, લાલજીભાઈ બાબુભાઇ સારદીયા, રાજુભાઇ જગાભાઈ ઉઘરેજા અને અનીલભાઇ નરશીભાઇ તાવીયાને ઝડપી લીધા હતા…
વાંકાનેર શહેર પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂ. 19,500 ની રોકડ રકમ જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર પોલીસની આ કામગીરીમાં પીઆઇ એચ. એન. રાઠોડ, એએસઆઇ હીરાભાઈ તેજાભાઇ મઠીયા, હેડ કો. હરપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN