ગત તા. 23 જુનના ચક્રવાત ન્યુઝના મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડિઝલના વેપલાના ચાલતા કૌભાંડ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા, જે બાદ અહેવાલની નોંધ લઇ મુખ્યમંત્રીના આદેશથી પોલીસ સક્રિય બની….
મોરબી એલસીબી ટીમ દ્વારા મોરબીના રફાળીયા પાનેલી ગામના રસ્તે આરકોસ માઇક્રોન્સ કારખાનાના સામે ખુલ્લા પટ્ટમાંથી બોલેરો ગાડીમાં ટેન્કર ફિટ કરી પ્રતિબંધિત બાયોડીઝલનો મોબાઈલ પંપ સાથે જથ્થો 5,500 લીટર (કિ.રૂ. 4,12,500) તથા સાત વાહનો, બે ફયુલ પંપ, ઇલેકટ્રીક મોટર, બે આઈ-20 કાર તથા બે મોબાઇલ ફોન નંગ 2 મળી કુલ એક કરોડથી વધુના મુદામાલ સાથે એક ઇસમને પકડી લીધો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલ.સી.બી. સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે હકિકત મળેલ કે, યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા (રહે. શનાળા રોડ, ભરતનગર) તથા રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા (રહે. મોરબી) બન્ને રફાળેશ્વરથી પાનેલી ગામ તરફ જતા રસ્તે આવેલ આરકોસ માઇક્રોન્સ કારખાના સામે ટેન્કરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો રાખી ફ્યુલ પંપ મારફતે જુદા-જુદા નાના-મોટા માલવાહક વાહનોમાં બાયોડીઝલ ઇંધણ સ્વરૂપે ભરી આપે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી પ્રતિબંધિત બાયોડીઝલ આશરે 5500 લીટર (કિ.રૂ. 4,12,500) ઝડપી લીધું હતું….
દરોડા દરમિયાન પોલીસે બાયોડિઝલ, એક ટેન્કર, પાંચ ટ્રેઇલર, મહીન્દ્રા બોલેરો પીકઅપ, બે ફયુલ પંપ, ઇલેકટ્રીક મોટર, બે i-20 કાર તથા બે મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ. 1,01,26,000 નો મુદામાલ ઝડપી પાડ્યો હતો…
આ કેસમાં પોલીસે આરોપી સતનામસીંગ અજીતસીંગ વિર્ક (રહે. નાતીલેરા, તા.પોવાયા, જી.શાહજહપુર (યુ.પી.)ની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા, રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા, મહીંન્દ્રા બોલેરો ગાડી નંબર GJ-03-1-6589ના ચાલક, ટાટા કંપનીનું ટ્રેઇલર નંબર RJ-14-GJ-0173ના ચાલક,
ટાટા કંપનીનું ટ્રેઇલર નંબર RJ-52-GA-7851ના ચાલક, ટાટા કંપનીનું ટ્રેઇલર નંબર RJ-14-GD-5751ના ચાલક, અશોક લેલન ટ્રેઇલર નંબર RJ-52-GA-1603ના ચાલક તથા ટાટા કંપનીનું ટ્રેઇલર નંબર RJ-14-GF-0770ના ચાલકને પકડવા તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN