મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાધીકા ભારાઇ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન લોકરક્ષક જગદીશભાઇ ગાબુને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સતાપર ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામના કન્ડેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તા પર કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરી ગોરધનભાઇ કરશનભાઇ ધોરીયા (ઉ.વ. ૩૫, રહે. શરોડી તા.થાનગઢ), અબ્દુલભાઇ બાવરા (ઉ.વ.પ૪),
યોગેશભાઇ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.૩૦), રવજીભાઇ કાનાભાઇ સાપરા (ઉ.વ. ૩૨, રહે.ગુંદાડા તા.વાંકાનેર) અને જીતેન્દ્રભાઇ વીનુભાઇ બાવળીયા (ઉ.વ.૨૫, રહે.તરકીયા તા.વાકાનેર)ને રોકડ રકમ રૂ. 15,200 સાથે જુગાર રમતા ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઇ આર. એ. જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હરીચન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા તથા લોકરક્ષક જગદીશભાઇ, સંજયસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN