ગુજરાત રાજ્યના ખેડૂતોને આવતીકાલ તા. 7મી જુલાઇ બુધવારથી આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લિધો છે….

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ બાબતે જાહેરાત કરી છે કે રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા. 7મી જુલાઇથી ખેડૂતોને મળતી વિજળીમાં બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બે કલાકનો વધારો કરતા આવતીકાલથી રાજ્યભરના ખેડૂતોને આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી મળશે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

