વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરી ત્યા ચાલતી દેશી દારૂની ભઠ્ઠી સાથે દેશી દારૂ, આથો અને અન્ય સાધન સામગ્રી સહિત કુલ રૂ. 1,600 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ ખાતે રહેતા રઘુભાઈ શામજીભાઈ મગવાણીયા (ઉંમર 30)ની વાડીમાં આરોપી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર રેઈડ કરી દારૂની ભઠ્ઠી ઝડપી ત્યાંથી 28 લિટર દેશી દારૂ તેમજ દારૂ માટે થઈને ઉપયોગમાં લેવાતો ઠંડો આથો 600 લીટર અને સાધન સામગ્રી સહિત કુલ રૂ. 1,600નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રઘુભાઈ શામજીભાઇ મગવાણીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly