વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ દ્વારા છેલ્લા ચાર-પાંચ મહિનાથી ગામને આપાતા અનિયમિત નર્મદા પાણી બાબતે વાંકાનેર મુલાકાતે આવેલા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને રજુઆત કરવામાં આવી હતી…
વાંકાનેર તાલુકાના મોટા ગામ પૈકીના ચંદ્રપુર ગામના ચંદ્રપુર-1 અને ચંદ્રપુર-2 વિસ્તારમાં અગાઉ દરરોજ નર્મદાનું પાણી આપવામાં આવતું હોય, જેમાં છેલ્લા ચાર-પાંચ મહિના જેટલા સમયથી ગામને એકાંતરા અને અનિયમિત પાણી મળતું હોય જેથી આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને ચંદ્રપુર ગામના જાગૃત સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા દ્વારા રજુઆત કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly