વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સિરામિક યુનિટમાં આવતી પાણીની બોટલો આપવાની ના પાડતા યુવાન સહીત ત્રણ લોકો ઉપર પિતા-પુત્રો મળીને ત્રણ ઇસમોએ લાકડી-લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં પીડીતની ફરીયાદ પરથી વાંકાનેર પોલીસ દ્વારા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના પંચાસર ગામે રહેતા જુનૈદભાઇ હુશેનભાઇ શેરસીયા (ઉ.વ. 24) વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સીરામીક કારખાનામાં કામ કરતા હોય જેમાં કારખાનામાં પીણીની બોટલો આપવા આવતી બોલેરો પીકઅપને પાણી આપવાની ના પાડી હતી જે વાતનો રોષ રાખી,

આ બનાવમાં વાંકાનેરના હસનપર ગામના આરોપી મનોજ હીરા સરૈયા, મોમલ હીરા સરૈયા અને હીરાભાઈ સરૈયા નામના ત્રણ શખ્સોએ બોલેરો પિકઅપ વાન અને મોટર સાયકલમાં આવીને ફરિયાદી સાથે ગાળો બોલી ઝઘડો કરી માથાકૂટ કર્યા બાદ લાકડી તથા લોખંડના પાઇપ વડે તેમને તથા સાહેદ હાર્દિકભાઈ અને રીતેશભાઈને પણ હાથે-પગે માર માર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી….

જે બનાવમાં સારવાર લીધા બાદ જુનેદભાઈ શેરસીયાએ આરોપી મનોજ સરૈયા, મોમલ સરૈયા અને હીરાભાઈ સરૈયા (રહે.ત્રણેય હસનપર) વિરૂદ્ધ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવત વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…


વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly