વાંકાનેર તાલુકાના રંગપર ગામે બે દિવસ પુર્વે અજાણ્યા આધેડની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને બનાવની નોંધ કરી આધેડની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે…

વાંકાનેરના રંગપર ગામની સીમમાં વેન્ટો કારખાના તરફ જવાના રસ્તે પીઠુભાઈ ભુપતભાઇ ખાચરના ખેતરમાં લીમડાની ડાળમાં લોખંડના વાયર સાથે ગળાફાંસો ખાઈ લીધેલ હાલતમાં એક આધેડની લાશ મળી આવી છે. જેની ઉંમર અંદાજે 45થી 50 વર્ષ જણાઈ રહી છે. આ આધેડે શરીરે કાબર ચિતરો (સફેદ તથા કોફી) કલરની આખી બાયનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. જમણા હાથના પોચા ઉપર ઓમ તથા શિવ ત્રોફાવેલ છે. તથા જમણા હાથની કલાઈ ઉપર જય ચામુંડા ત્રોફાવેલ છે. ડાબા હાથમાં અંગ્રેજીમાં ‘s’ ત્રોફાવેલ છે.

આ બનાવમાં હાલ મૃતકની ઓળખ બહાર ન આવતા પોલીસ દ્વારા તેના વાલી વારસાની શોધ શરૂ કરવામાં આવી છે જેમાં જો કોઈ આ આધેડ વિશે માહિતી જાણતા હોય તો તેઓને વાંકાનેર તાલુકા પોલીસ મથક મો.નં. 02828 200665 તથા હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા મો.નં. 8320861036 નો સંપર્ક કરવા જણાવાયું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!