રમઝાન ઈદની સાદગી સાથે ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો….

વાંકાનેર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઇદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા એક મહીનાથી ચાલી રહેલ રોઝા ગઇકાલે ગુરૂવારે સાંજે પૂરા થતા આજે પરંપરાગત ઇદનો દીવસ હતો પરંતુ કોરોના કાળની મહામારી વચ્ચે સર્વત્ર ગામેગામ ઇદુલ ફિત્રની સાદગીભેર ઉજવણી કરવામાં આવી હતી…

આખો રમઝાન માસ કોરોના કાળમાં વિત્યો છે ત્યારે આજે મુસ્લિમ સમાજે સવારે વિશેષ નમાઝ પઢી દેશભરમાં સુખ-સમૃધ્ધિ અને શાંતિ – ભાઇચારાની ભરપુર દુઆઓ કરી હતી અને ખાસ કરીને કોરોના મુકિત માટે સતત એક આખો રમઝાન માસની 30 રાત્રિ ઉપરાંત આજે ઇદના દિવસે પણ વિશેષ દુઆ કરવામાં આવી હતી….

ઈદ સાથે પરશુરામ જયંતીની પણ સાદગીથી ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણોના આરાધ્ય વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મોત્સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. આજે પરશુરામ જયંતી નિમિત્તે ભાટિયા સોસાયટી ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર સ્થિત પરશુરામ ભગવાન મંદિરે સવારે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન, મંત્રો સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજન વિધિ વાંકાનેરના ગોપાલભાઈ પંડ્યાએ કરાવી હતી…

પરશુરામ જયંતીની સરકારી ગાઈડ લાઈન સાથે ઉજવણી દરમિયાન મંદિર ખાતે પ્રશાંતભાઈ ઉપાધ્યાય , મયુરભાઈ ઠાકર, દુષ્યંતભાઈ ઠાકર, સંદેશ તથા દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ મુકેશ પંડયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજર તમામ ભૂદેવોએ ભગવાનને પ્રાથના કરી હતી કે દેશ અને દુનિયામાંથી કોરોના તથા મ્યુકરમાઈકોસીસ નામની બીમારીઓ દુર કરી તમામ જીવોને તંદુરસ્તી પ્રદાન કરવામાં આવે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!