વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જુદી જુદી કામગીરી દરમિયાન ડિટેઇન કરવામાં આવેલા વાહનનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનની બાજુમાં રાખવામાં આવ્યા હોય જ્યાં ગઇકાલે બપોરના સમયે અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી જેમાં પોલીસ દ્વારા જપ્ત કરેલા 15 જેટલા વાહનોમાં નુકસાન થયું હતું….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા સમયાંતરે જુદી જુદી કામગીરી દરમિયાન ડિટેઈન/જપ્ત કરવામાં આવેલા વાહનો સિટી પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા જ્યાં શનિવારે બપોરના સમયે અચાનક ત્યાંથી પસાર થતી વિજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી જેના કારણે ત્યા પડેલા 15 જેટલા વાહનોમાં નુકસાન થયું હતું. જેમાંથી 8 જેટલા વાહનોમાં આગ લાગવાથી વધુ નુકસાન થયું હતું….
અચાનક આગ લાગવાથી ત્યાં પડેલા મોટા ભાગના વાહનોમાં નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આગ લાગવાની સાથે જ સીટી પોલીસ ટીમની સતર્કતાથી તાત્કાલિક આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાતા મોટી જાનહાનિ અને નુકસાન ટળ્યું હતું….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f