વાંકાનેર તાલુકાના ઓળ ગામ ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પરપ્રાંતીય બનાવટની વ્હિસ્કીની બોટલ સાથે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના ઓળ ગામના બસસ્ટોપ પાસેથી સવઘણ જેલાભાઇ કટોણાને કોઈપણ આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હિસ્કીની 1 બોટલ (કી.રૂ. 375) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f