વાંકાનેર દાઉદી વ્હોરા સમાજ દ્વારા ગઇકાલના રોજ વાંકાનેર હેલ્થ સેન્ટરના સહયોગથી કોવિડ-19 રસીના બીજા ડોઝ માટે 45+ ઉંમરના નાગરિકો માટે વેક્સિનેશન કેમ્પનું નાની બજાર ખાતે આવેલ સમાજના જમાત ખાનામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ રસીકરણ કેમ્પમાં વાંકાનેર દાઉદી વ્હોરા સમાજના 77 જેટલા લોકોએ લાભ લીધો હતો….
આ રસીકરણ કેમ્પને સફળ બનાવવા માટે વાંકાનેર બ્લોક હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસીયા, રૂષીરાજ ઝાલા(સિવિલ હોસ્પિટલ), મહંમદભાઈ શૈફુદ્દીનભાઈ હાથી, દાઉદી વ્હોરા સમાજ ટ્રસ્ટ અંજુમને બદરી જમાત કમીટીના સભ્યો તથા વાંકાનેર સિવિલ હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી…
રસીકરણ કેમ્પ બાદ વાંકાનેર દાઉદી વ્હોરા સમાજ અંજુમને બદરી જમાત કમીટી દ્વારા ડો. આરીફ શેરસીયા, રૂષીરાજ ઝાલા, R.M.O. હરપાલસિંહ પરમારનું શાલ ઓઢાડી, સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે દાઉદી વ્હોરા સમાજના ૫૩ માં ધર્મગુરૂ મુફદલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)એ દેશના તમામ નાગરિકોના હકમાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr