વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે એક આવેલ આરોપીની ઓફિસ ખાતે એક યુવાન જેને આરોપીને રૂ. 1,500 આપવાના થતા હોય જે આપી દીધા બાદ આરોપી દ્વારા યુવાનને ગાળો આપતા યુવાને ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઈને ઓફિસમાં બેઠેલા બે શખ્સોએ યુવાનને લાકડી વડે આડેધડ માર મારી કપાળે તેમજ માથામાં ઇજાઓ કરી હતી તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં યુવાને બંને આરોપીઓ સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા શેરી નંબર-૩ ખાતે રહેતા જાકીરહુસેન ઉર્ફે રાધે નુરમામદ મકવાણા (ઉ.વ. 32)એ ઇમરાન આરબ (રહે. ખોજાખાના વાળી શેરી, વાંકાનેર)ને પંદરસો રૂપિયા આપવાના હતા જે આપવા માટે તેને ગ્રીન ચોક વિસ્તાર પાસે આવેલ મશાયખી ચેમ્બરમાં તેની ઓફિસે ફરિયાદીને બોલાવ્યો હતો જેથી ફરીયાદી યુવાને ત્યાં જઈને રૂપિયા આપી દીધા હતા,

ત્યારબાદ આરોપીએ તેને બેફામ ગાળો દેવાનું શરૂ કર્યું હતું જેથી કરીને ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા ઇમરાન આરબ અને ઇનાયત પીપરવાડીયા (રહે. લક્ષ્મીપરા) બન્ને શખ્સો દ્વારા યુવાનને લાકડી વડે માર મારી માથા તેમજ કપાળના ભાગે ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

બનાવ બાદ યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા વાંકાનેર શહેર પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!