કારને અકસ્માત નડતાં ભાંડો ફૂટયો : 375 લિટર દેશી દારૂ સાથે કુલ રૂ. 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત….
વાંકાનેર તાલુકાના કોઠી ગામ પાસેથી પસાર થતી એક કારને અકસ્માત નડયો હતો જેમાં કારની અંદર દેશી દારૂનો જથ્થો હોવાનું જણાતા ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા ત્યાં એક નંબર પ્લેટ વગરની કારની અંદરથી 375 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ. 1,57,500 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ બપોરના સમયે વાંકાનેર તાલુકાના કોઠી ગામ પાસે મેટાડોર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત સર્જાયેલ કારને કાર ચાલક ઘટના સ્થળે મુકીને નાશી ગયો હતો. જેમાં કારની અંદર સિમેન્ટની થેલીઓમાં માલ ભરેલો હતો અને તે દેશી દારૂ હોવાનું જણાતા સ્થાનિક લોકોએ બાબતની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરી હતી…
જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ત્યાં અકસ્માત સર્જાયેલી કારની અંદર ચેક કરતા તેમાંથી સિમેન્ટની ખાલી થેલીઓમાં 375 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે હાલ રૂ. 7,500ની કિંમતનો દેશી દારૂ તેમજ નંબર પ્લેટ વગરનું હ્યુન્ડાઇ કંપનીની આઈ-૧૦ કાર જેની કિંમત 1,50,000 સહિત કુલ રૂ. 1,57,500 નો મુદામાલ કબ્જે કરી અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr