વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ઢુવા-માટેલ રોડ પર આવેલ મેકસન સીરામીકના ગેઇટ પાસે પાર્ક થયેલા ટ્રકને સાઈડમાં લેવા બાબતે સીરામીક કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ વ્યક્તિઓ પર કાર લઈને પસાર થતા ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ભાવેશભાઇ ધીરૂભાઇ ડાભી (ઉ.વ 24, રહે- દેરાળા, તા. વાંકાનેર) એ આરોપીઓ મયુરસિંહ ઉર્ફે મયલો, વીજય કોળી(રહે. બંને ઢુવા તા. વાંકાનેર), મનસુખ કોળી (રહે-વધાસીયા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૨ ના રોજ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં આરોપીઓ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે આવેલ મેક્સન સીરામીક પાસેથી કાર નં GJ-03-CA-3452 ને લઇને પસાર થતા હતા…

ત્યારે મેકસન સીરામીક બહાર પાર્ક થયેલ માટીની ટ્રક તાત્કાલીક સાઇડમાં રખાવવા બાબતે આરોપીઓએ મેક્સન સીરામીકના સીકયુરીટી ગાર્ડ, સાહેદ આલોકકુમાર અને પ્રભાતકુમારને કહેતા આલોકકુમારે થોડીવારમાં ટ્રક ફેકટરીમાં લેવાની છે તેમ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ સાહેદોને ગાળો આપવા લાગેલ,

જેથી ફરીયાદી ભાવેશભાઇએ આરોપીઓને ગાળો બોલવાની ના પડતા આરોપીઓએ ફેકટરીના ગેઇટ પાસે પડેલ લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાહેદ આલોકકુમારને ધોકા વડે મારતા ફરીયાદીને બંને હાથે ફેકચર તેમજ સાહેદ આલોકકુમારને ડાબા હાથે ફેકચર થતા તેમજ સાહેદ પ્રભાતકુમારને હાથ વડે માર મારતા શરીરે મુંઢ ઇજાઓ થઈ હતી અને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

ઉપરોક્ત બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!