વાંકાનેર તાલુકાના વાડી વિસ્તારમાં પાડોશમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજનો પરિવાર ગમતો ન હોય જેથી પાડોશી શખ્સે યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી, જાતિ પ્રત્યે હડધૂત કરતાં બાબતે યુવાને આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતા ફરિયાદી ભરતકુમાર ઉર્ફે ભાવેશભાઇ મંગાભાઇ વાળાએ તેના પાડોશી આરોપી ભીખુભાઇ દળુભાઇ ખાચર સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની બાજુમાં રહેતા આરોપી ભીખુભાઇ દળુભાઇ ખાચરને ફરિયાદી અનુસૂચિત જાતિ સમાજના હોવાથી બાજુમાં રહેતા હોય તે ગમતું ન હોય, જેથી આ બાબતનો ખાર રાખી આરોપીએ ફરિયાદી પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી કપાળ, હાથમાં તેમજ પગમાં ઈજાઓ પહોંચાડી જાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કરતા બાબતે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!