મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન ખૂબ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ઓક્સિજન વાળા બેડના અભાવે દર્દીઓને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર ખાતે ઓક્સિજન વાળા 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે અનુસંધાને પાટીદાર કોરોના કેર સેન્ટરને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા દ્વારા રૂ. 2,51,000 (બે લાખ એકાવન હજાર)નું અનુદાન આપવામાં આવ્યું છે…
આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વધુમાં મોરબી જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો આર્થિક રીતે સુખી સંપન્ન છે, જેથી હાલની આ કોરોના સંક્રમણની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગપતિઓ તેમજ આર્થિક સદ્ધર વ્યક્તિઓ આવા સેવાકાર્યમાં આગળ આવીને લોકોને ઉપયોગી થાય એવી નમ્ર અપીલ છે જેથી જલદીથી મોરબી જિલ્લો આ સંકટમાંથી બહાર આવી શકે…..
સમગ્ર મોરબી જિલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને મોરબી જિલ્લાના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr