વાંકાનેર ખાતે આજથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ થયો છે, ત્યારે રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર શહેરની કિડ્ઝલેન્ડ સ્કુલ તથા જ્યોતિ વિદ્યાલયના કુલ 12 વિદ્યાર્થીઓએ સૌપ્રથમ જ વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી ટ્રેન વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી….
આ તકે શાળાના સંચાલક મેહુલ પી. શાહ દ્વારા જણાવ્યું હતું કે, આમારી સંસ્થા હંમેશા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ જીવન ઉપયોગી નોલેજ પણ આપતી હોય છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વાંકાનેર ખાતે આજે વંદે ભારત ટ્રેનનું ઇનોગ્રેશન કરવામાં આવેલ હોય, જેમાં કિડ્ઝલેન્ડ ઇંગ્લેન્ડ સ્કુલના છ વિદ્યાર્થી તથા જ્યોતિ વિદ્યાલયના છ વિદ્યાર્થીઓને આ વંદે ભારત ટ્રેનમાં સફર કરાવી વિદ્યાર્થીઓને એક નવી અને આનંદમય યાત્રાનો અનુભવ કરાવાયો છે. ભારતની અંદર બનેલી આ સ્વદેશી ટ્રેન અત્યંત સુવિધા સભર નવી ટેકનોલોજીઓ સાથે સેન્ટ્રલ એસી ટ્રેન છે, કે જેની મુસાફરીનો અનુભવ આજે શાળાના વિદ્યાર્થીઓએ કર્યો છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf